વેદાંત ઈન્ડસ્ટ્રીઝ વિભાગ-2માંથી પાર્સલોની ચોરીનો ભેદ ઉકેલાયો
ઓનલાઈન ઓર્ડરના પાર્સલો ચોરનાર બે આરોપીઓ ઝડપાયા
અમરોલી પોલીસે ચોરીના પાર્સલ સાથે બંને આરોપીઓને ઝડપી પાડ્યા
અમરોલી પોલીસે વેદાંત ઈન્ડસ્ટ્રીઝ વિભાગ 2 ખાતેથી ઓનલાઈન ઓર્ડરના પાર્સલોની ચોરી કરનાર બે આરોપીઓને ચોરીના પાર્સલો સાથે ઝડપી પાડ્યા હતાં.
સુરતમાં ચોરી સહિતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે અમરોલી પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાઈ હતી કે વેદાંત ઈન્ડસ્ટ્રીઝ વિભાગ 2 ખાતે આવેલ ઓનલાઈન પાર્સલના ગોડાઉનમાંથી લાખોના પાર્સલોની ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસ તપાસમાં જોડાઈ હતી ત્યારે મળેલી બતમીના આધારે અમરોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલ વેદાંત ઈન્ડસ્ટ્રીઝ વિભાગ 2 ખાતે આવેલ ઓનલાઈન ઓર્ડરન પાર્સલોની ચોરી કરનાર બે આરોપીઓ સુજલ રતન પાટીલ અને દિવ્યેશ કિરણ પાટીલને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલા 1.122 લાખથી વધુની કિંમતના પાર્સલો કબ્જે લઈ તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
