હેર ટ્રાન્સપ્લાન્ટથી એન્જિનિયરનું મોત થઇ ગયું?
તમે પણ વિચારતા હોવ તો આ લોકોએ બચીને રહેવું
યુપીના કાનપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાનપુરમાં વાળ ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન એક એન્જિનિયર (AE)નું મૃત્યુ થયું. ખરાબ લાઇફ સ્ટાઈલ અને પૌષ્ટિક ખોરાક ન ખાવાના કારણે હેલ્થની સાથે વાળના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. અત્યારે ગંજાપણાની સમસ્યા યુવાઓમાં જોવા મળી રહી છે. પરંતુ મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે હવે ટાલ પર પણ ફરીથી વાળ ઉગાડવાનું ખૂબ જ સરળ બની ગયું છે. જેને હેર ટ્રાન્સપ્લાન્ટ કહેવામાં આવે છે. પરંતુ તાજેતરમાં જ કાનપુરમાં એન્જિનિયર તરીકે કામ કરતા એક વ્યક્તિનું હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ અવસાન થયું છે. આ વ્યક્તિ ગોરખપુરનો રહેવાસી હતો. હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ તેનો આખો ચહેરો સૂજી ગયો હતો. જ્યારે તેની તબિયત વધુ ખરાબ થઈ ત્યારે તેને એક મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પરંતુ ઇન્ફેક્શન તેના શરીરમાં ફેલાઈ ગયું હતું જેના કારણે તેનું મૃત્યુ થયું છે. હેર ટ્રાન્સપ્લાન્ટ એક એવી પ્રોસેસ છે જેમાં માથાના પાછળના ભાગમાંથી જ્યાં જાડા વાળ હોય છે ત્યાંથી વાળ કાઢીને તે જગ્યાએ રોપવામાં આવે છે જ્યાં વાળ નથી હોતા. આ પ્રોસેસ ખૂબ જ સરળ લાગે છે પરંતુ તેની આડઅસરોનો પણ સામનો કરવો પડે છે.
ઘણા લોકો એવા છે જેમણે હેર ટ્રાન્સપ્લાન્ટને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. તો જો તમે પણ ટાલ પડવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો અને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું વિચારી રહ્યા હોવ તો હેર ટ્રાન્સપ્લાન્ટ સંબંધિત કેટલીક મહત્વની બાબતો વિશે જાણવું જરૂરી છે.
શું છે હેર ટ્રાન્સપ્લાન્ટ ?
હેર ટ્રાન્સપ્લાન્ટમાં પ્લાસ્ટિક અથવા ડર્મેટોલોજિકલ સર્જન માથાના ટાલવાળા ભાગમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરે છે. આ પ્રોસેસમાં સર્જન માથાના પાછળના ભાગથી અથવા બાજુઓથી આગળના ભાગ અથવા ઉપરના ભાગમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરે છે. હેર ટ્રાન્સપ્લાન્ટ સામાન્ય રીતે લોકલ એનેસ્થેસિયા હેઠળ મેડિકલ ઓફિસમાં કરવામાં આવે છે.
કોને મળે છે હેર ટ્રાન્સપ્લાન્ટનો લાભ?
પેટર્ન ટાલ પડવાની સમસ્યાથી પીડાતા પુરુષો.
જે સ્ત્રીઓના વાળ ખૂબ જ પાતળા હોય.
જે લોકોના વાળ દાઝી જવાથી કે ઈજા થવાથી ખરી ગયા હોય.
ડૉક્ટર કી બાઈટ : 5: 20 to 6:16
હેર ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે?
હેર ટ્રાન્સપ્લાન્ટની આડઅસરો ખૂબ જ હળવી હોય છે અને થોડા અઠવાડિયા બાદ તે પોતાની મેળે દૂર થઈ જાય છે. જેમાં બ્લિડિંગ, ઇન્ફેક્શન, સ્કેલ્પમાં બળતરા,આંખોની આસપાસનો ભાગ વાદળી થઈ જવો, માથાના જે ભાગમાં વાળ દૂર કરવામાં આવ્યા હોય અથવા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હોય ત્યાં સ્કેબનું નિર્માણ, ટ્રાન્સપ્લાન્ટ કરેલ એરિયામાં નિષ્ક્રિયતા, ખંજવાળ, હેર ફોલિકલ્સમાં સોજો અથવા ઇન્ફેક્શનનો સમાવેશ થાય છે.
હેર ટ્રાન્સપ્લાન્ટ કોને ન કરાવવું જોઈએ?
જે લોકોના વાળ દવાઓ કે કીમોથેરાપીને કારણે ખરતા હોય, જે લોકોના માથા પર ઈજા કે સર્જરી બાદ ઊંડા નિશાન હોય, જે સ્ત્રીઓના માથાના દરેક ભાગ પરથી વાળ ખરી રહ્યા હોય.
ડૉક્ટર કી બાઈટ : 6 :36 to 7: 24
હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતી વખતે શું ધ્યાનમાં રાખવું?
આ પ્રોસેસ સર્જરી પ્રોટોકોલ સાથે માન્ય અને સારી હોસ્પિટલમાં થવી જોઈએ. હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતી વખતે ધ્યાનમાં રાખો કે આ સર્જરી ફક્ત એવા લાયક ડૉક્ટર દ્વારા જ થવી જોઈએ જેની પાસે લાઇસન્સ હોય. આ પ્રોસેસમાં સલામત અને અસરકારક પરિણામની ખાતરી કરવા માટે નિયમિત ફોલો-અપ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. હેર ટ્રાન્સપ્લાન્ટ કરતા પહેલા તમારે ટેકનિકનું જ્ઞાન હોવું જરૂરી છે. હેર ટ્રાન્સપ્લાન્ટમાં અનેક પ્રકારની ટેકનીકનો ઉપયોગ થાય છે. તમારા માટે કઈ ટેકનોલોજી વધુ સારી છે તે જાણવું મહત્વનું છે.