માય ફેવરિટ ગ્રુપ દ્વારા માતૃત્વ દિવસની કરાઇ ઉજવણી
પરિવારમાં સબંધો ટકાવી રાખવા માતાના કોમ્પરોમાઈઝ પર પ્રકાશ પડાયો
બાળકો પરિવારના સભ્યો સાથે વધુ સમય વ્યતીત કરે તેવું વચન લેવાયું
માય ફેવરિટ ગ્રુપ દ્વારા માતૃત્વ દિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ત્રણ પેઢીની માતાઓની જીવનની કેસસ્ટડી કરવામાં આવી હતી. જેમાં નોંધવામાં આવ્યું હતું કે એક માંએ પરિવારમાં સબંધો ટકાવી રાખવા કેટલું કોમ્પરોમાઈઝ કર્યું હતું.
આ ઉજવણીમાં માતાના સ્ટ્રગલ અંગેની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. આજની યુવા જનરેશન માતાના સ્ટ્રગલ અંગેના અનુભવો સાંભળીને રડી પડ્યા હતા. તેમની પાસે એવું વચન લેવામાં આવ્યું હતું કે અત્યારના સમય માં સોશિયલ મીડિયા પર વધારે સમય વ્યતીત કરવા કરતાં ફેમિલીને વધુ મહત્વ આપે અને તેમની સાથે વધુ સમાજ પસાર કરે. આ લાગણી દાયક પ્રસંગે બાળકોને ખુબજ ભાવુક કરી દીધા હતા.
તાજેતરમાં ફાર્મ પર જવાનો ટ્રેન્ડ ખૂબ ચાલી રહ્યો છે. ત્યારે આ ગ્રુપ દ્વારા દર વર્ષે બાળકો પોતાના જીવનમાં કંઈક શીખે તેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે. તેમજ સમગ્ર પરિવાર સાથે રહીને આનંદ અને ઉલ્લાશનું વાતાવરણ સર્જાય તેઓ પ્રયાસ કરે છે.