સુરતમાં સિબીએસઈ ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર
મોટા વરાછાની સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ શાળાનું 98 ટકા પરિણામ
સીબીએસઈ પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓની રાહનો અંત આવ્યો છે. સીબીએસઈ એ ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર કર્યું છે.
આજરોજ CBSE બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર થયું. મોટા વરાછાની શિક્ષણ ક્ષેત્રે સતત અગ્રેસર રહેતી સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ CBSE બોર્ડમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A1 માં 14 વિદ્યાર્થી અને A2 માં 24 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો વિરાણી ઋષિ 96% સાથે પ્રથમ ક્રમાંક મેળવો છે, શાળાનું 98% પરિણામ રહ્યું. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં A1-02 વિદ્યાર્થી અને A2-06 વિદ્યાર્થી સાથે શાળાનું 100% પરિણામ રહ્યું. જેમાં ખુશ ડોબરીયાએ 95.60% મેળવીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો, ધોરણ 10 માં A1- 14 વિદ્યાર્થીઓ અને A2- 31 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો ધોરણ 10 નું પણ હંમેશા ની જેમ 100% પરિણામ રહ્યું છે જેમાં મિત્વ ખડેલા અને માંડવીયા દેવવ્રત 94.60% મેળવી શાળાનું અને માતા-પિતાનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓએ પરિણામમાં મેળવેલી ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ શાળાના તમામ ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ શ્રી મનજીત સુહાગ , વાઈસ પ્રિન્સિપાલ શિલ્પા લખાણી, કોઓર્ડીનેટર, શિક્ષકો અને CBSE શાળા પરિવાર ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.