સુરતની સુવર્ણ નવરાત્રિના પાર્કિંગ કોન્ટ્રાકટરની દાદાગીરી.
આયોજકોએ રોડ પર પાર્કિગ માટે લીધા રૂપિયા.
ફૂટપાથ પર પાર્કિંગના ટુ વ્હીલર ચાલકો પાસે 50 રૂપિયા લીધા
સુરતમાં નવરાત્રી શરૂ થતા પાર્કિંગ કોન્ટ્રાકટરની દાદાગીરી સામે આવી હતી. નવરાત્રીમાં રમવા આવતા લોકો પાસેથી પાર્કિંગ માટે પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી.
સુરત વેસુમાં સુવર્ણ નવરાત્રીમાં પાર્કિંગ કોન્ટ્રાકટર પૈસા ઉઘરાવતા લોકોનો વિરોધ કર્યો હતો. વેસુ પોલીસની હાજરીમાં ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હતી. સુવર્ણ નવરાત્રીમાં રોડ પાર્કિંગ માટે ટુ વ્હીલરના 50 રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હતી. બજરંગ દળ દ્વારા પાર્કિંગના રૂપિયા ઉઘરાવતા બંધ કરાવાયા હતા. કોઈ પણ પરમિશન વગર રૂપિયા ઉઘરાવતા વેસુ પોલીસે મૌન ધારણ કર્યું હતું. પાલિકા અને પોલીસની કામગીરી પર લોકોએ રોષ ઠાલવ્યો હતો. સુરત નવરાત્રીના આયોજકો પાર્કિંગના રૂપિયા ઉઘરાવશે તો વિરોધ નોંધાવશે. તેમજ બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા જણાવ્યું હતું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
