સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ

Featured Video Play Icon
Spread the love

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ
ભાગળ અને ચૌટાપુલ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું
અસ્વચ્છ ખોરાકનો નાશ કરી દંડ વસૂલાયો

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે ભાગળ અને ચૌટાપુલ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં અસ્વચ્છ ખોરાકનો નાશ કરી દંડ વસૂલાયો છે.

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીને લઈ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ભાગળ અને ચૌટાપુલ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન 227 જેટલી સંસ્થાઓ, હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીની લારીઓની તપાસ કરાઈ હતી. આરોગ્ય માટે જોખમી એવા 27 કિલો જેટલા ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત આશરે 24 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક પણ જપ્ત કરવામાં આવ્યું હતું. સ્વચ્છતાના નિયમોનો ભંગ કરવા અને પ્રતિબંધિત વસ્તુઓ રાખવા બદલ વિવિધ એકમો પાસેથી 31400નો દંડ વસૂલવામાં આવ્યો હતો. મનપાની ટીમ દ્વારા વેપારીઓમાં જાગૃતિ લાવવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી ભવિષ્યમાં આવી ગેરરીતિઓ ન બને. આ કામગીરી દ્વારા મનપા દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સ્વચ્છતા અને આરોગ્યના મુદ્દે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *