સુરત રેલવે સ્ટેશન પર ભીડનો લાભ લઈ સોનાના દાગીનાની ચોરી

Featured Video Play Icon
Spread the love

સુરત રેલવે સ્ટેશન પર ભીડનો લાભ લઈ સોનાના દાગીનાની ચોરી
સીસીટીવીની મદદથી ચોરી કરતી મહિલા અને દાગીના ખરીદનાર સોની ઝડપાયા
રેલવે પોલીસે લાખોની કિંમતના ચોરાયેલા દાગીના કબજે કર્યા

સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડનો લાભ લઈ સોનાના દાગીનાની ચોરી કરતી મહિલા અને ચોરાયેલા દાગીના ખરીદનાર સોનીને રેલ્વે પોલીસે સીસીટીવીની મદદથી શોધી કાઢી મહિલા તેઓ પાસેથી લાખોનો મુદ્દામાલ કબ્જે ર્યો હતો.

સુરત રેલ્વે પીઆઈ જેબી મીઠાપરાની દ્વારા તહેવારો સમયે રેલ્વે સ્ટેશન પર ચોરી સહિતની ઘટનાઓ અટકાવવા આપેલી સુચનાને લઈ સ્ટાફ પેટરોલિંગમાં હતો ત્યારે ગત્ 7 નવેમ્બર ના રોજ વલસાડથી દાહોદ જતી ઇન્ટરસિટી ટ્રેનના કોચમાં ચઢતી વખતે એક મુસાફરની સોલ્ડર બેગની ચેઇન ખોલી સોનાના દાગીના ભરેલું પર્સ ચોરી કરવામાં આવ્યું હતું. પર્સમાં સોનાની વીંટીઓ, બુટ્ટી, મંગળસૂત્ર, ચેઇન, પેન્ડલ, કડું, બંગડીઓ અને નથણી સહિતના દાગીના હતા. ચોરીની ફરિયાદ બાદ સુરત રેલવે પોલીસની સર્વેલન્સ ટીમે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં એક મહિલા ચોરી કરતી દેખાઈ હતી. જેથી પોકો પંકજભાઈને મળેલી બાતમીના આધારે દાહોદથી ગીતાબેન બેરાવત નામની મહિલાને ઝડપી પાડી હતી. પૂછપરછમાં ચોરાયેલા દાગીના દાહોદના સોનીને વેચી દીધા હોવાનું સામે આવ્યું હતું. જેથી રેલ્વે પોલીસે ચોરીના દાગીના ખરીદનાર સોની પ્રદીપ પંચાલને પણ ઝડપી પાડી ચોરાયેલ મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *