સુરતની ડીંડોલી પોલીસે ડોડાના પાઉડરઅને અફીણના રસ ઝડપ્યો
પોલીસે આરોપી હરીસિંહ છોગસિંઘ રાજપુરોહિતની ધરપકડ કરી
સુરતની ડીંડોલી પોલીસે અફીણ ડોડાના પાઉડર તથા અફીણના રસ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર પોલીસ કમિશનરે નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કર્યું છે. જે અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ડીંડોલી પોલીસની ટીમને બાતમી મળી હતી કે , ડીંડોલી સાંઈ દર્શન સોસાયટી રામી પાર્ક પાસે ઘર નં ૨૫૭માં એક ઇસમને અફીણ ડોડાના પાઉડર ૪.૧૪૮ કિલોગ્રામ તથા નશાકારક અફીણનો ૨ કિલોગ્રામ રસ સાથે ઝડપાયો હતો. કુલ ૨.૧૨ લાખના મુદામાલ સાથે આરોપી હરીસિંહ છોગસિંઘ રાજપુરોહિતની ધરપકડ કરી છે. પોલીસે અફીણનો જથ્થો કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે આ સાથે કોની પાસેથી અફીણ લાવવામાં આવતું હતું તે અંગે પણ તપાસ હાથ ધરી છે.