સુરત કાઈમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી
ડીસીબી પોલીસે લીસ્ટેડ બુટલેગરને ઝડપી પાડ્યો
પકડાયેલ આરોપી વિરુદ્ધ ૧૩ જેટલા ગુનાઓ નોંધાયેલા છે
સુરત કાઈમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી છે. ડીસીબી પોલીસે લીસ્ટેડ બુટલેગરને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ ૧૩ જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે સતત સક્રિય સુરત ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. દારૂના મોટા જથ્થાનો સપ્લાયર રહેલા શખ્સ સંજીત કુમાર ઉર્ફે સંદીપ સુભાષભાઈ ચૌધરીની ઝડપી ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ અગાઉથી પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે અને તે લીસ્ટેડ બુટલેગર પણ છે. આરોપી વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં અગાઉ કેસ નોંધાયો હતો. આરોપીએ તા. 17-10-2024ના રોજ કુલ ₹2.5 લાખનો દારૂ વેચાણ માટે આપ્યો હતો, તે દરમિયાન દીપક ઉર્ફે બંટી ભીકન ઝડપાયો હતો. આરોપી વિરુદ્ધ અગાઉથી 13 જેટલા ગુનાઓ નોંધાયેલ છે આ સાથે તેની 4 વખત પાસા હેઠળ પણ અટકાયત કરવામાં આવી છે. આરોપીને પકડવા માટે કોર્ટે CrPC કલમ 70 મુજબ વોરંટ પણ ઇસ્યુ કર્યું હતું.