સુરત સાયબર ક્રાઈમની ટીમે કૌભાંડ આચારનારને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરત સાયબર ક્રાઈમની ટીમે કૌભાંડ આચારનારને ઝડપ્યા
સાયબર માફીયાઓને ક્યુઆર કોડ બનાવી સપ્લાય કરનાર ઝડપાયો
કૌભાંડ આચરનારને બનાસકાંઠા ખાતેથી ઝડપી પાડ્યો

સુરત સાયબર ક્રાઈમની ટીમે સાયબર માફીયાઓને ક્યુઆર કોડ બનાવી આપી સપ્લાયનુ કૌભાંડ આચરનારને બનાસકાંઠા ખાતેથી ઝડપી પાડ્યો છે.

સુરત સાયબર સેલની ટીમે બાતમીના આધારે કતારગામ વિસ્તારની લક્ષ્મી એન્કલેવમાં આવેલી મેટાડોર ટ્રેડિંગ એકેડમી પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં પોલીસે સીપીયુ, મોબાઈલ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ચાર આરોપીઓ મીત પ્રદીપ શાહ, યશ હરિદાસ શિંદે, ઋષિકેશ નંદલાલ સપકાળ અને નિલેશ કનૈયાલાલ સોલંકીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ ગેંગ લોકોને કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને પછી તે બેંકની કીટો જેમાં પાસબુક, ચેકબુક વગેરે મેળવીને સાયબર ક્રિમિનલ્સ સુધી પહોંચાડતા હતા. ચારેય આરોપીઓના 25 બેંક ખાતામાં 3.35 કરોડના ટ્રાન્ઝેક્શન પણ મળી આવ્યા હતા. અગાઉ પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મોટાભાગના ટ્રાન્ઝેક્શન ક્યુઆર કોડના આધારે થતા હતા.

પોલીસે આરોપીઓના વોટ્સએપ ગ્રુપની તપાસ કરતાં તેમને ક્યુઆર કોડ બનાવી આપનાર એક વ્યક્તિનો વર્ચ્યુઅલ નંબર મળી આવ્યો હતો. આરોપી પરેશકુમાર વિનોદભાઈ મોદી છે અને સમગ્ર કૌભાંડમાં તે પેટીએમ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતો હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આ વર્ચ્યુઅલ નંબરને ટ્રેસમાં મૂક્યો અને આરોપી પરેશકુમાર મોદીને બનાસકાંઠાથી ઝડપી પાડ્યો. પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો અને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *