સુરતની વેસુ પોલીસે બળાત્કારીને ઝડપ્યો
યુવતિને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર
બળાત્કાર ગુજારનાર નરાધમને ઝડપી પાડ્યો
સુરતની વેસુ પોલીસે યુવતિને પ્રેમજાળમાં ફસાવી તેને હોટેલમાં લઈ જઈ બળાત્કાર ગુજારનાર નરાધમને ઝડપી પાડ્યો હતો.
વેસુ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રિલેશનશીપ મેનેજરે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી યુવતીને સોશિયલ મીડિયા દ્વારા પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વેસુ વિસ્તારમાં આવેલી હોટેલમાં તેની સાથે શારીરિક શોષણ કર્યું હતું. યુવતીને મેનેજરે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે મામલો વેસુ પોલીસમાં પહોંચ્યો છે. પોલીસે યુવતીની ફરિયાદ લઈ રિલેશનશીપ મેનેજર વિશાલ રમેશ વસાવાસામે રેપનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
