સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસને મોટી સફળતા મળી
આંતરરાજ્ય લૂંટારું ગેંગ હથિયારો સાથે દબોચાઈ
આંગડીયા પેઢી અને હીરાના પાર્સલ પર રાખતી નજર
સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મહિધરપુરા ખાતેથી આંગડીયા પેઢી તથા હીરાના પાર્સલો ઉપર ધાડ પાડવા આવેલ આંતરરાજ્ય રીઢા ગુનેગાર સહીત ૬ ઈસમોને ઘટનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યા છે.પોલીસે ચાર પિસ્તોલ તથા ૪૨ કાર્ટીઝ સાથે ઝડપી પાડ્યા છે.
આ અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, સુરત ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને મોટી સફળતા હાથ લાગી છે ગંભીર ઘટનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે આંતર રાજ્ય રીઢા ગુનેગાર સહિત 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓ સુરતના મહીધરપુરા વિસ્તારમાંથી ઝડપાયા છે આંગડિયા પેઢી તથા હીરાના પાર્સલો પર લૂંટ કરવા પ્લાન બનાવતા હતા આ દરમિયાન પોલીસે ચાર પિસ્તોલ તથા 42 કાર્તિઝ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કુખ્યાત જેમ્સ અલમેડા અને સલાઉદ્દીન શેખને ઝડપી પાડી તેમની પાસેથી બે પિસ્તોલ એક સ્પેર મેગેઝીન , ચોરીની કાર મીરચી સ્પ્રે અને રેમ્બો છરા સાથે ઝડપી પાડ્યા હતા પોલીસે અન્ય સાગરીતો બાબતે માહિતી મેળવી કડોદરા ખાતે ના મહાદેવ નગર રેસીડેન્સી તાતી થયા ખાતે રેડ કરી હતી જ્યાંથી રાજેશ સુબેદારસિંગ પરમાર રહીશખાન સૌરભ ખાન ઉદયવીર સિંહરાજ બહાદુર સિંઘ તોમર અને વિજય લાલતા મેન બંસી ને ઝડપે પડ્યા હતા પોલીસે તેમની પાસેથી એક પિસ્તોલ ૨૫ કાર્ટિજ તથા એક તમંચો અને 11 કાર્ટિજ કબજે કર્યા હતા આ સાથે આરોપીઓએ જે જગ્યાએ લૂંટ નો પ્લાન બનાવ્યો હતો તે અલગ અલગ જગ્યાઓની નોંધ અને નકશા સાથેની નોટબુક મળી આવી હતી.
પકડાયેલા ઈસમો સુરતમાં ધાડ પાડવાની તૈયારીમાં હતા આરોપીઓ પાસેથી મધ્યપ્રદેશ જેલ પોલીસ રાજેશ પરમાર નું આઇડી કાર્ડ પણ મળી આવ્યો હતો આ ગેંગ નો મુખ્ય ગુનેગાર જેમ્સ ઉર્ફે સેમ ઝેફ્રીન ગીગોરી અલમેડા અગાઉ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ તેમજ મુંબઈના મક્કા એક્ટનો આરોપી તથા લુટ સાથે હત્યા હથિયારો સાથે લૂંટ તેમજ પોલીસજ જાગતા પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયો હતો આ સાથે ૧૫ કિલો સોનાની લૂંટ અને આવી અઢળક ગંભીર ગુનાઓને અંજામ આપ્યો હતો.