સુરત: બીઆરટીએસ બસમાં પર્સ ચોરી કરતી ટોળકી સીસીટીવીમાં કેદ
મુસાફર બનીને પેસેન્જરના ખિસ્સા કરતા ખાલી,
સર્વેલન્સ ટીમે સીસીટીવીની મદદથી પકડી પાડ્યા
સુરતમાં બીઆરટીએસ બસમાં ભીડનો લાબ લઈ પર્સની ચોરી કરનાર ત્રણ રીઢાઓને ઉધના પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન, નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ, ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડીવીઝન દ્વારા અપાયેલી સુચનાને લઈ ઉધના પોલીસની ટીમ પી.આઈ. એસ.એન. દેસાઈ તથા સેકન્ડ પી.આઈ. જે.એસ. ઝાંબરેના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ એમ.કે. ઈશરાણીની ટીમના અ.હે.કો. સન્મુખ તથા બિનુકુમાર બાતમીના આધારે બીઆરટીએસ બસમાં ભીડનો લાભ લઈ પર્સ ચોરી કરનાર ત્રણ રીઢાઓ યશ ઉર્ફે કાલીયા અજય રાજપુત, મોહસીન ઉર્ફે માયા રીઝવાન શેખ અને જીજ્ઞેશ ઉર્ફે જીગો ઉર્ફે લંગડો દિપક પટેલને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ રોકડ 14,500ની મત્તા કબ્જે કરી હતી.
