સુરતમાં ફરાર આરોપી ઝડપાયો
પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો
સુરતની સચીન પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ સચીન પોલીસની ટીમ પી.આઈ. પી.એન. વાઘેલા તથા પીએસઆઈ એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ઈન્દ્રજીતસિંહ અને અ.પો.કો. દશરથભાઈને મળેલી બાતમીના આધારે સચીન પોલીસ મથકની હદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ગોકુળ નગર સોસાયટીના મકાનમાંથી ઘરફોડ ચોરી કરી ભાગી છુટેલા રીઢા ઘરફોડ ચોર એવા રવિન્દ્ર રાધાકૃષ્ણ મહાપાત્રને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલ 1 લાખ 90 હજારથી વધુ ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
