સુરત એસીબીએ લીંબાયતના લાંચિયા કાર્યપાલક ઈજનેરને પકડ્યો
15 લાખની લાંચ માંગનાર ગણેશવાળા અને એજન્ટ પરવાના પકડાયો
વિપુલ ગણેશવાલા હાથમાં ન આવતા તેમને વોન્ટેડ
સુરત એસીબીએ બિલ્ડર પાસેથી 15 લાખની લાંચ માંગનાર લીંબાયતના કાર્યપાલક ઈજનેર ગણેશવાળા અને ખાસ વચેટીયા પરવાનાને ઝડપી પાડતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી હતી.
સુરત મહાનગર પાલિકાના અધિકારીઓમાં ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો હોવાનુ સામે આવ્યુ છે. વાત એમ છે કે સુરત મનપાના લિંબાયત ઝોનમાં બાંધકામ કરી રહેલા બિલ્ડરનુ બાંધકામ ગેરકાયદે હોવાની નોટીસ ચોંટાડી ડિમોલીશન કરાયુ હતું. જો કે ત્યારબાદ ઝોનલ અધિકારી વિપુલ ગણેશવાલાના ખાસ કહેવાતા અને ગુજરાત પત્રિકા દૈનિક અખબાર ચલાવનાર ઈસ્માઈલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણએ બિલ્ડરને મળી અધિકારીને 21 લાખ આપવા પડશે તેમ કહી રકઝક બાદ 15 લાખમાં સમાધાન કર્યુ હતું. અને 19મી ફેબ્રુઆરીએ ચાર લાખ તથા સોમવાર સુધીમાં બાકીના 11 લાખ પુરા કરવાની વાત કરાઈ હતી. પરંતુ બિલ્ડર લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ સલાબતપુરા રઘુકુળ માર્કેટ પાસે શાંતિનગર ખાતે આવેલ નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક અખબારની ઓફિસ પર ગોઠવેલા છટકામાં લાંચની રકમ સ્વિકારતા ઈસ્માઈલ ઉર્ફે પરવાના જમીલ ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો. જ્યારે અધિકારી વિપુલ ગણેશવાલા હાથમાં ન આવતા તેમને વોન્ટેડ જાહેર કરાયા હતાં.
