સુરતના રાંદેર વિસ્તારમાં છાજલી થઈ ધરાશાહી
સૂર્યાકૃતિ નામના એપાર્ટમેન્ટનો છજ્જાનો ભાગ ધરાશાહી
છજ્જાનો ભાગ પડતા એપાર્ટમેન્ટ ને નુકશાન પહોંચ્યું
ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો મહોલ
સુરતમાં ચોમાસા પહેલા જ અઘટિત ઘટના બની હતી. રાંદેર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટનો છજ્જાનો ભાગ પડતા રહિશોમાં ડર જોવા મળ્યો હતો. જો કે આ છજ્જો પડવાની ઘટનામાં કોઈને ઈજા ન પહોંચતા હાશકારો અનુભવાયો હતો. તો ફાયરે સ્થળે દોડી જઈ કામગીરી હાથ ધરી હતી.
સુરતમાં ચોમાસા દરમિયાન મકાનોના છજ્જા પડવાના કે મકાન બેસી જવાના બનાવો બને છે જો કે હાલમાં જ રાંદેર વિસ્તારમાં એક મકાનનું છજ્જુ પડી ગયુ હતું. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ સુર્યાકૃતિ એપાર્ટમેન્ટનો છજ્જાનો ભાગ પડી ગયો હતો જેને લઈ ત્યાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો બનાવને લઈ સ્થાનિકોએ ફાયરને જાણ કરતા ફાયરની ટીમ પણ તાત્કાલિક સ્થળે દોડી ગઈ હતી અને જે રહેવાસીઓ એપાર્ટમેન્ટમાં રહેતા હતા તે તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તો સદનસીબે છજ્જો પડવાની ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.