સલાબતપુરા ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે લાખોની છેતરપિંડી,

Featured Video Play Icon
Spread the love

સલાબતપુરા ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે લાખોની છેતરપિંડી,
7 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
તમિલનાડુના મદુરાઈથી ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો

સલાબતપુરા ટેક્ષ્ટાઈલ માર્કેટના વેપારી પાસેથી લાખોના કાપડ ખરીદ કરી પૈસા નહી ચુકવી ઠગાઈ આચરી સાત વર્ષથી નાસતા ફરતા સીઆરપીસી કલમ 70 મુજબના ફરાર આરોપીને તમિલનાડુના મદુરાઈથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરના વિવિધ પોલીસ મથકમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મેદાને હતી ત્યારે જનરલ સ્કવોડની ટીમે સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં સાત વર્ષથી નાસતા ફરતા આરોપી રાજ શેખરનને ટેકનિકલ વર્કઆઉટ અને સર્વેલન્સના આધારે તમિલનાડુના મદુરાઈ ખાતે જઈ ત્યાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીએ સલાબતપુરા ટેક્ષ્ટાઈલ માર્કેટના વેપારી પાસેથી 15.95 લાખથી વધુનો કાપડનો માલ ઉધારીમાં લઈ રૂપિયા ન ચુકવી ઠગાઈ આચરી હતી. હાલ તો આરોપીનો કબ્જો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *