સુરતની સચીન જીઆઈડીસી પોલીસે હત્યાના આરોપીને ઝડપ્યો
હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો
આરોપી કલ્પેશ ઈશ્વર પટેલને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
સુરતની સચીન જીઆઈડીસી પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર પરમારની સુચનાને લઈ પીઆઈ કેએ ગોહિલની ટીમ પીએસઆઈ એચઆર પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા આરોપી કલ્પેશ ઈશ્વર પટેલને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
