સુરતના મોટા વરાછા વિસ્તારમાં દિવ્યાંગ વ્યક્તિની કેબિનમાં ચોરી

Featured Video Play Icon
Spread the love

સુરતના મોટા વરાછા વિસ્તારમાં દિવ્યાંગ વ્યક્તિની કેબિનમાં ચોરી
અંદાજે 20 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર
ઉત્રાણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

સુરતના મોટા વરાછા વિસ્તારમાં સુમન નિવાસના ગેટ પાસે આવેલી એક દિવ્યાંગ વ્યક્તિની કેબિનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજે 20 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતા ઉત્રાણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉત્રાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા સ્થિત સુમન નિવાસના ગેટ પાસે કેબિન ચલાવી જીવન નિર્વાહ કરતા દિવ્યાંગ જયંતીભાઈ બારૈયાની કેબિનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ચોરોએ કેબિનમાંથી અંદાજે 5 હજાર રૂપિયાનો માલસામાન તેમજ 14 હજાર 200 રૂપિયાની રોકડ રકમ મળી 20 હજાર રપિયાની ચોરી કરી કેબિનને નુકશાન પહોંચાડ્યુ હતું. જયંતીભાઈ બારૈયા ગરીબ પરિવાર સાથે જીવન વિતાવે છે અને તેમને ત્રણ દીકરીઓ છે. ચોરીની આ ઘટનાથી પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયું છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. હાલ સમગ્ર મામલે ઉત્રાણ પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન હાથ ધર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *