પ્રોટીન આપણા શરીરના સ્નાયુઓ માટે અત્યંત જરૂરી તત્વ છે. પ્રોટીન સ્નાયુઓની સાથે આપણી ચામડી, ઈન્જાઈમ્સ અને હોર્મોન્સ સુધી લોહી પહોંચતુ પણ બંધ કરી શકે છે. શરીરમાં પ્રોટીનની ઉણપથી અનેક પ્રકારની શારીરિક મુશ્કેલીઓ વધે છે.
1, શરીરનો કોઈપણ અંગ ફૂલવા લાગે છે તો મેડિકલ ભાષામાં તેને એડિમા કહે છે. એલ્બુમિનની ઉણપથી હ્યુમન સીરમ ઓછું થાય છે.
2, પ્રોટીનની ઉણપ ફૈટી લિવર અથવા લિવરની કોશિકાઓમાં ચરબીની સમસ્યા વધારી શકે છે. જે ફૈટી લિવર ડિસીસનું સ્વરૂપ ધારણ કરી શકે છે. જેના કારણે લિવરમાં સોજો, લિવરમાં ઘા અથવા લિવર ફેલિયર જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ફૈટી લિવરની સમસ્યા સામાન્ય રીતે જાડાપણાથી પીડાતા અથવા આલ્કોહોલનું વધુ સેવન કરતાં લોકોને વધુ થાય છે.
3, પ્રોટીનની ઉણપ ચામડી, વાળ અને નખ ઉપર છાપ છોડી જાય છે. પ્રોટીન ઉણપગ્રસ્ત લોકોની ચામડી ફાટવા લાગે છે. ડાઘ, લાલ નિશાન પડવા લાગે છે. વાળ પાતળા અને ઉતરવા પણ લાગે છે. આ સિવાય નખ સૌથી વધુ નબળા બની જાય છે.
4, સ્નાયુઓ માટે પ્રોટીન સૌથી વધુ જરૂરી છે. પ્રોટીનની ઉણપથી સ્નાયુઓને મોટુ નુકસાન પહોંચે છે. વૃદ્ધોમાં આ મુશ્કેલી વધુ ગંભીર છે.
5, પ્રોટીનની ઉણપ હાડકાઓની અંદર પણ ઉંડી અસર પડે છે. હાડકાઓને નબળા પાડવા લાગે છે જેનાથી તૂટવાનું કે ફ્રેક્ચરનું જોખમ ઘણુ જ વધી જાય છે.
6, પ્રોટીન આપણા શરીરના વિકાસ માટે પણ બહુ જ જરૂરી છે, પ્રોટીનની ઉણપથી બાળકોનો શારીરિક વિકાસ અવરોધાય છે. જેના કારણે બાળકો કુપોષણનો શિકાર બને છે.
7, ઈમ્યુનિટી સિસ્ટમ ઉપર પ્રોટીનની ઉણપની સૌથી વધુ અસર જોવા મળે છે. ઈન્ફેક્શનના સંપર્કમાં આવવાનું જોખમ ઘણું જ વધી જાય છે. ડોક્ટર્સ પણ કહે છે કે પ્રોટીનની ઉણપથી પણ ઈમ્યુન ફંક્શનમાં મુશ્કેલીઓ આવી શકે છે.
8, પ્રોટીનની જગ્યાએ હાઈ કેલેરી ફૂડનું સેવન સ્થૂળતાની સમસ્યાને ઉજાગર કરી શકે છે. હાલમાં સ્થૂળતા એક મોટી અને ગંભીર સમસ્યા બની ગઈ છે.
શરીરમાં પ્રોટીનની ઉણપને દૂર કરવા માટે ઈંડા, દહી, દૂધ, પનીર, ચીકન, મસૂરની દાળ, શાકભાજી, બ્રોકલી, બદામ અને ઓટ્સ જેવી વસ્તુઓનું સેવન કરી શકાય છે