આજના સમયમાં કામની દોડધામના કારણે લોકો પોતાના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપી શકતા નથી. ખાસ કરીને ખાવા પીવાની વાત માં અનિયમિતતા અને ફાસ્ટફૂડના કારણે કારણે સૌથી વધારે એસીડીટીની તકલીફ થવા લાગે છે. જો તમે પણ એસિડિટીની તકલીફના કારણે પરેશાન રહેતા હોય તો જમ્યા પછી કેટલીક વસ્તુઓનું સેવન કરવાનું રાખો. જેના સેવન કરવાથી છાતીમાં થતી બળતરાની તકલીફ દૂર થાય છે.
ખાવા પીવાની વાત આવે તો લોકો હેલ્ધી વસ્તુને બદલે ફાસ્ટ ફૂડ અને તળેલી વસ્તુનું સેવન વધારે કરી રહ્યા છે. જેના કારણે એસિડિટીની તકલીફથી પરેશાની વધી રહી છે તો જમ્યા પછી કેલામાઈન ટી – વરીયાળી – નાળિયેર પાણી અને એલોવેરા જ્યુસ – હિંગનું સેવન કરવાનું રાખો.
1, કેલામાઈન ટી ડાયજેસ્ટિવ સિસ્ટમને રિલેક્સ કરે છે જેનાથી ગેસ અને એસિડિટી રિલીઝ થવામાં મદદ મળે છે.
2, જમ્યા પછી વરીયાળીનું સેવન કરવાથી એસિડિટીથી રાહત મળે છે. એક ચમચી વરિયાળીને ક્રશ કરી પાણીમાં મિક્સ કરીને પીવાથી એસિડિટીમાં તરત રાહત મળે છે.
3, નાળિયેર પાણીમાં પોટેશિયમ વધારે હોય છે જે ph લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેના કારણે ગેસ અને એસીડીટીની સમસ્યા તુરંત દૂર થાય છે. એલોવેરા જ્યુસ પણ જમ્યા પછી લેવાથી ગેસ અને એસિડિટીની તકલીફ દૂર થાય છે.
4, ગેસ અને એસિડિટીથી રાહત મેળવવા માટે હિંગ અકસીર ઉપાય છે. તેના માટે પાણીમાં હિંગ ઉમેરીને જમ્યા પછી સેવન કરવું. થોડા દિવસ સુધી આ પાણી પીશો તો એસિડિટીની તકલીફ નહીં થાય.