સુરતના કતારગામમાં રત્નકલાકારે કર્યો આપઘાત
પત્નીના અનૈતિક સંબંધની શંકામાં પતિનો આપઘાત
‘તારી પત્નીને ઉપાડીને લઈ જઈશ, તને મરવા મજબૂર કરી દઈશ’
સુસાઈડ નોટમાં લખ્યું- ‘પરિવારની બદનામી ન થાય એટલે અંતિમ પગલું ભરૂ છું’
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રત્નકલાકારે પોતાના મકાનના નવમા માળેથી પડતુ મુકી આપઘાત કરી લીધો હતો તો રત્નકલાકાર પાસેથી મળેલી સ્યુસાઈડ નોટમાં પત્નિની બેવફાઈ અને તેના પ્રેમિ દ્વારા અપાતી ધમકી કારણભુત હોવાનો ઉલ્લેખ કરાતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
સુરતના કતારગામ ખાતે રહેતા રત્નકલાકારે ઘરના નવમા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આપઘાત કરવા પહેલા રત્નકલાકારે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે ઘણા સમયથી અમારા ઘરે દૂધ આપવા આવતો પ્રકાશ રબારી નામના યુવક મને મારી પત્નીને ભગાડી લઈ જવાની ધમકી આપતો હતો. આ સાથે મારી પત્ની સાથેના તેના અંગત પળોના વિડીયો વાયરલ કરવાનું કહીને બ્લેકમેઈલ કરતો હતો. સમાજમાં બદનામી ન થાય તે માટે હું આપઘાતનું અંતિમ પગલું ભરું છું. હાલ તો સ્યુસાઈડ નોટના આધારે પોલીસે ગુનો નોંધી વદુ તપાસ હાથ ધરી છે.