સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકામાં રથયાત્રા
ભગવાન શ્રી જગન્નાથજીની દ્વિતિય રથયાત્રા નિકળી
લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ભક્તો જોડાયા
સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકામાં ભગવાન શ્રી જગન્નાથજીની દ્વિતિય રથયાત્રા નિકળી હતી જેમાં સાધુ સંતો અને લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ભક્તો જોડાયા હતાં
ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી એટલે છોટાકાશી તરીકે જાણીતું શહેર છે ત્યારે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળતી હોય છે ત્યારે આ વર્ષે લીંબડી શહેરમાં દ્વિતિય રથયાત્રા મહોત્સવની ઉજવણી લીંબડી નિમ્બાર્ક પીઠ મોટા મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ જનમેદની જોડાઈ હતી. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો એલસીબી, એસઓજી, જીઆરડી હોમગાર્ડ સ્ટાફ, સહિતના પોલીસ સ્ટાફના બંદોબસ્ત આ સંપૂર્ણ યાત્રા દરમિયાન રહ્યો હતો. ત્યારે આ યાત્રામાં સાધુ સંતો તેમજ નામાંકિત વ્યક્તિઓ પણ હાજર રહ્યા હતા આ શ્રી જગન્નાથ યાત્રામાં કયાકને ક્યાંક હિંદુ મુસ્લિમ એકતા પણ જોવા મળી હતી ત્યારે સરવૈયા હનુમાન ચોક ખાતે લીબડી મુસ્લિમ સમાજ દ્વારા આ યાત્રામાં પરિક્રમણ કરતા તેમ જ દર્શાનાર્થીઓને ઠંડુ પીણું પણ પીવામાં આવ્યું હતું તેમજ હિંદુ મુસ્લિમ એકતા સદાય માટે લીબડીમાં આ જ રીતે રહે તેવી દુઆ પણ કરવામાં આવી હતી ત્યારે આ યાત્રાની રૂટ ની શરૂઆત સૌરાષ્ટ્ર નિમ્બાર્ક થી શરૂ થઈને, ગ્રીન ચોક, રાજ કવિ ચોક સરવૈયા હનુમાન ચોક, ચબુતરા ચોક, ભલગામડા ગેટ, હોસ્પિટલ રોડ લઈને શ્રી સૌરાષ્ટ્ર નિંબાસપીઠ મોટા મંદિર ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ યાત્રામાં બાળકો દ્વારા અલગ અલગ પ્રકારની પ્લોટ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ ધાર્મિક ચિત્રો પણ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે રાસ મંડળો, ગરબા, ડીજેના તાલ થી સમગ્ર લીંબડી ઝુમી ઉઠ્યુ હતું. ધાર્મિક સંસ્થાઓ, તેમજ અલગ-અલગ સમાજના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી .
