ડાંગમાં છેલ્લા 6 દિવસથી કમોસમી વરસાદ
સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ,
4 નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો
ડાંગ જિલ્લામાં છેલ્લા છ દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે રાત્રિથી જિલ્લામાં સર્વત્ર ભારે વરસાદ નોંધાયો છે.
ડાંગ જિલ્લામાં છેલ્લા છ દિવસથી સતત વરસાદી માહોલ છે ત્યારે વરસાદને કારણે જિલ્લાની અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. આ ચારેય નદીઓ હાલ બંને કાંઠે વહી રહી છે. સાપુતારામાં ઘનઘોર ધુમ્મસનું આવરણ છવાયું છે. ધુમ્મસના કારણે દિવસ દરમિયાન પણ વાહન ચાલકોને લાઈટ ચાલુ રાખવી પડી રહી છે. પ્રવાસીઓ આ વરસાદી વાતાવરણનો આનંદ માણી રહ્યા છે.
જિલ્લાના મુખ્ય મથક આહવા અને સાપુતારામાં કુદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું છે. જો કે, હવામાન વિભાગની આગાહી મુજબ જો આ જ રીતે વરસાદ ચાલુ રહેશે તો ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી