સુરતમાં હીરામાં ભયંકર મંદી વચ્ચે વધુ એક ઉઠામણું
પોલીસે ભાગીદાર કૌશિકકુમાર અમૃતલાલ કાકડીયાને ઝડપી પાડ્યો
કતારગામની જવેલરી કંપનીનું ઉઠામણું
હિરા બજારમાં વેપારીઓ પાસેથી હિરાનો માલ ખરીદી કરી તેનુ પેમેન્ટ નહી ચુકવી ઉઠમણુ કરનાર મહંત ડાયમંડ એલ.એલ.પી. તથા રસેસ જ્વેલર્સ એલ.એલ.પી. કંપનીના ભાગીદારને ઈકો સેલની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત શહેર દરેક ક્ષેત્રે વિકાસ પામી રહ્યો છે અને મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલો છે ત્યારે સુરતના મુખ્ય ઉદ્યોગ હિરા ઉદ્યોગ અને ટેક્ષ્ટાઈલ ઉદ્યોગમાં ઠગાઈના બનાવો પણ વધી રહ્યા છે ત્યારે સુરતના હિરા બજારમાં વેપારીઓ પાસેથી હિરાનો માલ ખરીદી તેનુ પેમેન્ટ નહી ચુકવી ઉઠમણુ કરનાર મહંત ડાયમંડ એલ.એલ.પી. તથા રસેષ જ્વેલર્સ એલ.એલ.પી. કંપનીના ભાગીદાર એવા કૌશિકકુમાર અમૃતલાલ કાકડીયાને ઝડપી પાડ્યો હતો. આ કંપનીઓ દ્વારા ઠગોએ આઠ કરોડ વ20 લાખ 32 હજારથી વધુની ઠગાઈ આચરી હોવાનુ સામે આવ્યુ છે. કંપનીના અન્ય ભાગીદાર જિતેન્દ્ર ધનજી કાસોદરીયા, રોનક રાજેશ ધોળીયા હાલ ભાગી છુટ્યા હોય તેઓને ઝડપી પાડવા પણ પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.