ગત દિવસોમાં રાહુલ ગાંધીને માનહાની કેસમાં સુરતની ટ્રાયલ કોર્ટે પૂર્ણેશ મોદીની ફરિયાદના આધારે સજા ફટકારી હતી. કોંગ્રેસના નેતાએ આ નિર્ણય સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરી છે.
રાહુલ ગાંધીના માનહાનિ કેસમાં પૂર્ણેશ મોદીના વકીલ તા. 11 એપ્રિલ મંગળવારે કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરશે. 2019 માં મોદી અટક અંગે આપેલા નિવેદનના કિસ્સામાં તા.23 માર્ચે સુરતની ટ્રાયલ કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની જેલની સજા ફટકારી હતી. રાહુલ ગાંધીએ આ નિર્ણયને સેશન્સ કોર્ટમાં પડકાર્યો છે.
ભાજપના નેતા અને સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની ફરિયાદના આધારે જ રાહુલ ગાંધીને સજા સંભળાવવામાં આવી છે. નિયમ મુજબ સજાના નિર્ણયને પડકારવા પર કોર્ટમાં ફરિયાદી પક્ષનો જવાબ માંગવામાં આવે છે. પૂર્ણેશ મોદીના વકીલ બપોર બાદ કોર્ટમાં જવાબ દાખલ કરે તેવી શક્યતા છે.
પૂર્ણેશ મોદીના વકીલ કેતન રેશમવાલાએ કહ્યું હતું કે આજે જવાબમાં કાયદાકીય મુદ્દાઓ રજૂ કરવામાં આવશે અને સજા વિરુદ્ધ રાહુલ ગાંધીની અપીલ સામે વાંધો ઉઠાવશે.
રિપોર્ટ :- કૌશિકની કલમ