https://www.facebook.com/hindtvnews/videos/9158280670911073
સુરત આપના કોર્પોરેટરો ભાજપમાં જોડાવા અંગે આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું કે અમારા કોર્પોરેટરોને લોભ લાલચ આપવામાં આવી છે અને ભાજપ આપથી ડરી ગઈ છે તેથી અમારા નબળા, પોચા મનના લોકોને ડરાવવામાં આવ્યા છે.
https://www.facebook.com/hindtvnews/videos/1946615962365718
સુરત આમ આદમી પાર્ટીમાં ફરી મોટું ભંગાણ સર્જાયું છે. જેથી ગુજરાતમાં રાજકીય ઉથલ પાથલ જોવા મળી રહી છે. સુરતમાં AAP ના અગાઉના 4 અને હાલના 6 મળી 10 કોર્પોરેટરોએ કેસરિયો ધારણ કરતા ખળભળાટ મચી ગયો છે. પહેલાં 4 અને હવે વધુ 6 કોર્પોરેટરે રાજીનામા આપતા કુલ 10 કોર્પોરેટરોએ કેસરિયા કર્યાં છે. આપ પાર્ટીના 27 કોર્પોરેટરોમાંથી 10 કોર્પોરેટરોએ રાજીનામાં આપતા હવે પક્ષાંતધારો લાગુ નહિ પડે કારણે નિયમ મુજબ 9 ની જરૂર હોય હાલ એકસાથે 10 કોર્પોરેટરોએ રાજીનામાં આપતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં તમામ 10 કોર્પોરેટરોએ ખેસ પહેર્યો છે. ત્યારે આ મુદ્દે ઈસુદાન ગઢવીએ કહ્યું કે અમારા કોર્પોરેટરોને લોભ-લાલચ આપવામાં આવી છે. ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે.
https://www.facebook.com/hindtvnews/videos/783003136309484
મહત્વનું છે કે થોડા સમય અગાઉ ભાજપના 4 કોર્પોરેટરે રાજીનામા આપ્યા હતા. હવે વધુ 6 કોર્પોરેટરે આપથી કંટાળીને રાજીનામા ધરી દીધા હોવાનું જણાવતા ઉધના ખાતે આવેલા ભાજપના કાર્યાલય ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી – શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા અને સુરત શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સહિતના નેતાઓની હાજરીમાં સહિતના તમામ 10 કોર્પોરેટરોએ ભાજપને ખેસ ધારણ કરી લીધો છે.
અગાઉ જીનામા આપેલ કોર્પોરેટરોમાં વોર્ડ નં 2 માં ભાવના સોલંકી – વોર્ડ નં 3 માં રૂતા ખેની – વોર્ડ નં 8 માં જ્યોતિ લાઠિયા અને વોર્ડ નં 16 માં વિપુલ મોવલિયાનો સમાવેશ થયો હતો.
આજે વધુ જે 6 કોર્પોરેટરે રાજીનામા આપ્યા છે તેમાં વોર્ડ નં 4 ના ઘનશ્યામ મકવાણા – વોર્ડ નં 4 ના ધર્મેન્દ્ર વાવલિયા – વોર્ડ નં 5 ના અશોક ધામી – વોર્ડ નં 5 ના કિરણ ખોખાણી – વોર્ડ નં 5 ના નિરાલી પટેલ અને વોર્ડ નં 17 ના સ્વાતિ ક્યાડાનો સમાવેશ થયો છે.
ભાજપનો ટાર્ગેટ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કરતાં AAP ના પાંચ ધારાસભ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભાજપ દિવાળી પહેલાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોને ખેંચી શકે છે. સુરતથી AAP ના સફાયાની શરૂઆત કરતા દિવાળી પહેલાં AAPના 5 ધારાસભ્યને પણ BJP ખેંચી શકે છે. 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના જે પાંચ MLA ચૂંટાયા તેમાં જામનગર જિલ્લાની જામજોધપુર બેઠક પરથી હેમંત ખવા – જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરથી ભુપત ભાયાણી – ભાવનગરના ગારિયાધાર બેઠક પરથી સુધીર વાઘાણી, બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણા અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટ પરથી ચૈતર વસાવા જીત્યા હતા આ તમામ હાલ ભાજપના ટાર્ગેટ પર હોવાનું કહેવાય છે.
શિક્ષણમંત્રીને શિક્ષણ વ્યવસ્થા સુધારવામાં નથી રસ,
એતો છે કોર્પોરેટરોની ખરીદીમાં વ્યસ્ત. pic.twitter.com/YUsHQi67L5— AAP Gujarat (@AAPGujarat) April 15, 2023
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીએ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસુરિયાની મદદ લઈ આખું ઓપરેશન પાર પાડ્યું હોવાનું કહેવાય છે. ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. આવામાં હવે ભાજપ આમ આદમી પાર્ટીનો સફાયો કરવા લાગ્યું છે. જો આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો ભાજપમાં જાય તો ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ વધી શકે છે. ભાજપના ધારાસભ્યોની સંખ્યા 156 જ રહે છે. પરંતુ સમર્થિત ધારાસભ્યોની સંખ્યા વધી શકે છે. કોંગ્રેસ મુક્ત ગુજરાતની જેમ ભાજપનો ટાર્ગેટ આપ મુક્ત ગુજરાત કરવાનો પણ લાગી રહ્યી છે.