સુરત શહેરને રેલવેની સુવિધાઓ સારી મળી રહે તે હેતુથી સુરત શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય અને વોર્ડ નંબર 12 ના પ્રમુખ બીપીન પટેલ (ગાયત્રી) ને સતત ત્રીજી વાર zrucc ની કમિટીમાં નિમણૂક કરવામાં આવી છે
બીપીન પટેલ – ગાયત્રી છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર્તા છે. તેઓ 2011- 2013 ના પશ્ચિમ રેલવેના drucc કમિટીમાં સભ્ય તરીકે સક્રિય કામગીરી નિભાવી ચૂક્યા છે અને 2013 થી 16 સુધી તેઓ પ્રદેશ મોરચાના કારોબારી સભ્ય તરીકે સંગઠનમાં પણ કામગીરી બજાવી ચૂક્યા છે. સાથો સાથ ભરૂચ જિલ્લાના પ્રભારી પણ રહ્યા છે. તેઓ 2014 થી 19 સુરત ટેલિકોમ એડવાઈઝ કમિટીમાં પણ જવાબદારી નિભાવી ચૂક્યા હોય તેઓની ઉપર વિશ્વાસ મૂકી zrucc ની સલાહકાર સમિતિમાં સતત ત્રીજી વખત નિમણૂક કરવાથી કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. તેઓ હંમેશને માટે યુવાઓને પડખે ઊભા રહ્યા છે ત્યારે તેઓની ફરી વખત zurcc ના મેમ્બર તરીકે નિમણૂક થતા સુરત શહેર ભાજપના અગ્રણી કાર્યકર્તા – વોર્ડના કાર્યકર્તાઓ – શુભેચ્છકો અને સક્રિય સભ્યોએ તેઓને શુભેચ્છા પાઠવી છે
Zrucc ના ત્રીજી વખત નિયુક્તિ પામવાથી બીપીન ગાયત્રીએ તમામ શુભેચ્છક કાર્યકર્તાઓનો આભાર માન્યો છે.
સુરત પાલિકા ભાજપના વોર્ડ નં ૧૨ ના પ્રમુખ સતત ત્રીજી વખત ZRUCC ના મેમ્બર બન્યા
