ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારી શરુ કરતા ગાંધીનગર કમલમ ખાતે ભાજપના અનુ.જાતિ મોરચાની પ્રદેશ કારોબારી બેઠક પ્રદેશ મળી હતી. આ બેઠકમાં સી.આર.પાટીલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસમાં ભાગલા પાડોને રાજ કરોની રાજનીતિ ચાલી રહી છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ તમામ કાર્યકર્તાઓને કામે લાગી જવા પાટીલે કાર્યકર્તાઓને કહેતા લોકસભાની ચૂંટણીનો ટાર્ગેટ દરેક બેઠક ઉપર પાંચ લાખ મતોથી જીતવા આહવાન પણ કર્યું હતું. અનુ.જાતિ મોરચાની બેઠક મોરચાના પ્રમુખ અર્જૂન ચૌધરી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં યોજાઇ હતી.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં આદિવાસી સમાજની 27 માંથી 23 બેઠકો જીતવામાં સૌ કાર્યકરોનો મહત્વનો ફાળો છે તે બદલસૌને અભિનંદન આપ્યા હતા. તેમજ વિઘાનસભા ચૂંટણીમાં 182 માંથી 182 સીટ જીતવાના ટાર્ગે બાદ હવે પછી લોકસભાની ચૂંટણીમાં નવો ટાર્ગેટ દરેક બેઠક પાંચ લાખ મતોથી જીતવાનો આપતા કાર્યકર્તાઓને પૂછ્યું હતું કે આપ સૌ મહેનત કરશો ? જે બાદ વિઘાનસભાની બે બેઠકો દાંતા અને ખેડબ્રહ્મા હારી ગયા તેનો અફસોસ વ્યક્ત કર્યો હતો.

પ્રદેશ પ્રમુખ પાટીલે વધુમાં જણાવ્યું હતું કે પીએમ મોદીએ દેશમાં પ્રથમવાર દેશના મહત્વના પદ પર આદિવાસી મહિલાને નેતૃત્વ આપતા રાષ્ટ્પતિ બનાવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજના વિકાસ માટે સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ અને સૌના વિકાસના મંત્રને સફળ કર્યો તેના કારણે જ લોકોનો વિશ્વાસ વધ્યો છે. રાજય અને કેન્દ્રમાં ભાજપ સત્તામાં છે જેથી સમાજને પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યઓ દ્વારા આદિવાસી સમાજને કેન્દ્ર અને રાજય સરકારની દરેક યોજનાનો લાભ મળે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ આદિવાસી સમાજના લોકોને પોતાના ખીસ્સામાં છે તેમ માનતી આજદીન સુઘી મહત્વના પદ ઉપર આદિવાસી સમાજને જવાબદારી આપી નથી. કોંગ્રેસે આદિવાસી સમાજનો ઉપયોગ ફકત મત તરીકે કર્યો છે પરંતુ પીએમ નરેન્દ્ર મોદીએ દ્રોપદી મુર્મુજીને પહેલા રાજ્યપાલ બનાવ્યા અને પછી રાષ્ટ્રપતિ બનાવ્યા.
કોંગ્રેસ ભાગલા પાડો ને રાજ કરોની રાજનીતી કરતી હતી. આજે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે ત્યારે આવનાર લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારને જંગી મતોથી જીતાડવા સાથે મળી પ્રયાસ કરજો.
રિપોર્ટ :- કૌશિકની કલમ
