અરવલ્લીમાં વિરોધ સાબરડેરીના ભાવફેરને લાઇ વિરોધ યથાવત
અરવલ્લીના મેઘરજમાં દૂધ લઇ જતા ટેમ્પો માંથી દૂધ ફેંકી દેવાયું
ત્રીજા દિવસે પશુપાલકોનું આંદોલન યથાવત્
અરવલ્લી જિલ્લામાં પશુપાલકો દ્વારા દૂધ આંદોલન ત્રીજા દિવસે પણ યથાવત્ રહ્યું છે. પોતાની માગણીઓ સંતોષાતી ન હોવાથી રોષે ભરાયેલા પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો
સાબર ડેરીમાં દૂધના ભાવફેરના મુદ્દે અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનું આંદોલન આજે ત્રીજા દિવસે પણ ઉગ્ર બન્યું છે. હિંમતનગર ડેરી ખાતે થયેલા વિરોધપ્રદર્શન દરમિયાન પશુપાલકો પર થયેલી પોલીસ ફરિયાદ અને પોલીસ સાથેના ઘર્ષણના વિરોધમાં પશુપાલકોએ પોતાની લડતને વધુ તેજ બનાવી છે.
આ આંદોલનના ભાગરૂપે અરવલ્લી જિલ્લાની તમામ દૂધ મંડળીઓમાં પશુપાલકોએ દૂધ ભરાવવાનું બંધ રાખ્યું છે. મેઘરજના ગ્રીનપાર્ક નજીક દૂધ ભરી ને જતા ટેમ્પા ને રોકી રોડ પર દૂધના કેન્યા ફેક્યા.રસ્તાઓ પર દૂધની નદીઓ વહી રહી છે.સવારથી જ દૂધ મંડળીઓ આગળ મોટી સંખ્યામાં એકઠા થયેલા પશુપાલકો પોતાના ઘરેથી લાવેલું દૂધ મંડળી આગળ જ ઢોળીને સાબર ડેરીના વહીવટી તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. સાબરડેરી દ્વારા યોગ્ય ભાવ ફેરના આપતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શિત કર્યો હતો
