રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે પ્રિમોન્સૂનની કામગીરીના બહાને જુદા-જુદા 5 વોર્ડનાં વિસ્તારોમાં પાણીકાપ ઝીંકી દેવામાં આવ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીકાપને લઈ લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે
રાજકોટ ( Rajkot ) શહેરનાં ગોકુલધામથી આગળ આંબેડકર ચોકમાં મહિલાઓએ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં સ્થાનિક મહિલાઓએ (woman) માટલા ફોડી થાળી-વેલણ વગાડી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ તકે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે જણાવ્યું હતું કે, હાલ ભાજપને એવુ છે કે લોકોના કામ કરીએ કે નહીં મત તો મળવાના જ છે.
પ્રાપ્ત વિગત અનુસાર આજે પ્રિમોન્સૂન કામગીરીનાં બહાને મનપા દ્વારા શહેરનાં વોર્ડ નંબર 8, 10, 11, 12 અને 13નાં 176 જેટલા વિસ્તારમાં પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. ઉનાળો શરૂ થતાં જ પાણીકાપને (water _ લઈને વોર્ડ નં 13નાં આંબેડકરનગરમાં મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. સફાઈ અને રિપેરીંગના બહાને ઝીંકી દેવામાં આવેલા પાણીકાપને લઈ મહિલાઓએ હાથમાં થાળી અને વેલણ લઈ થાળી વગાડી હતી. અને માટલા ફોડી રોષ પ્રગટ કર્યો હતો
આજે રાજકોટ મનપા દ્વારા શહેરના વોર્ડ નંબર 8, 10, 11, 12 અને 13નાં 176 વિસ્તારમાં પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. પ્રિમોન્સૂન (primonsoon) કામ કરવાનું હોવાથી આ વિસ્તારોમાં પાણી નહીં મળે તેવી જાહેરાત બે દિવસ અગાઉ જ કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે ગોકુલધામ રોડ પરનાં આંબેડકરનગરમાં મહિલાઓ રણચંડી બની હતી. અને માટલા ફોડી તેમજ થાળી-વેલણ વગાડી ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારે આ વિસ્તારના લોકોની ગંદા પાણીની સમસ્યા ક્યારે હલ થાય છે તે જોવું રહ્યું.
કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી