દેશભરમાં કોંગ્રેસને બેઠી કરવા ગુજરાતમાં મંથન

Featured Video Play Icon
Spread the love

દેશભરમાં કોંગ્રેસને બેઠી કરવા ગુજરાતમાં મંથન
પાઇલટે કહ્યું- ઉદયપુર ડેક્લેરેશન લાગુ કર્યુ,
ભાજપને સંસદમાં અને બહાર જવાબ આપીશું અને દેશમાં જનચેતના ફેલાવીશું

અમદાવાદમાં (amdavad) આજે સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની (CWC) ની બેઠક મળી હતી. CWCની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ જણાવ્યું કે, કોંગ્રેસ 140 વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી તેમાં ગુજરાત અવ્વલ છે. આજે અમે ફરી અહીંથી પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ. અમારી અસલી શક્તિ દેશની એકતા-અખંડિતતા તથા સામાજિક ન્યાયની વિચારધારા છે.

અમદાવાદમાં આજે સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની (congress) CWCની બેઠક મળી છે ત્યારે કોંગ્રેસ નેતા સચિન પાયલોટે (sachin pilot) કહ્યું હતું કે દેશભરમાં દબાવ અને ટકરાવની રાજનીતિ ચાલી રહી છે. આવનાર સમયમાં જે રણનીતિ હશે એ અંગે આજે અમે ચર્ચા કરી રહ્યા છીએ. દેશના પ્રશ્નો પર કોંગ્રેસનું સ્ટેન્ડ શું હશે એ આજે નક્કી કરીશું. જિલ્લા અધ્યક્ષને નવા સ્વરૂપમાં જવાબદારી આપવા માંગીએ છીએ. ડોર ટુ ડોર અને પદયાત્રાના કાર્યક્રમો કોંગ્રેસ આપશે. દેશના તમામ વર્ગના લોકોને એક સરખો ન્યાય મળે એજ અમારી પ્રાથમિકતા. CWCની બેઠક ચાલુ છે. તમામ પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. કોંગ્રસ મજબુતાઈથી લડશે, જાતિગત વસતિ ગણતરી ઇચ્છીએ છીએ. અમે દરેક વ્યક્તિને એક જ ગણીએ છીએ.

CWC બેઠક માટે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને હિમાચલ પ્રદેશની મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખુ, પવન ખેરા, અભિષેક મનુ સિંઘવી, ખુર્શિદ અહેમદ સહિતના નેતાઓ સરદાર પટેલ સ્મારક પહોંચ્યા છે. અને જણાવ્યું હતું કે દેશમાં અર્થવ્યવસ્થા ખરાબ થઈ ગઈ છે માર્કેટ ક્રેશ થયું છે. બેઠકમાં અર્થવ્યવસ્થા, બેરોજગારી, ગરીબી, લોકો સાથે થતા અન્યાય અંગે ચર્ચા થશે. UPA ની સરકારમાં અર્થવ્યવસ્થા હતી તે પાછી આવશે. લોકો નિશ્ચિત રહે સમય બદલાઈ રહ્યો છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ( rahul gandhi )અને સોનિયા ગાંધી ( soniya gandhi )સવારે લગભગ 10.30 વાગ્યે અમદાવાદ પહોંચ્યા. એર ઇન્ડિયાની લંડન ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવાને કારણે બંને નેતાઓ અમદાવાદ પહોંચવામાં અડધો કલાક મોડા પડ્યા હતા. કોંગ્રેસ કાર્યકારી સમિતિ ની બેઠક બાદ સાંજે બંને નેતાઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. હાલમાં પ્રિયંકા અમદાવાદ પહોંચી નથી. કોંગ્રેસ અધિવેશનની શરૂઆત કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક સાથે શરૂ થઈ છે. જેમાં CWC સભ્યો તેમજ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, પ્રભારીઓ, પ્રદેશ અધ્યક્ષો, વિપક્ષના નેતા અને અન્ય વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *