વાલ્મિકીવાસમાં વીજ કંપનીએ પરવાનગી વગર ઘરોમાં મીટર લગાવ્યા,
પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાલ્મિકીવાસમાં સ્માર્ટ મીટર મુદ્દે વિવાદ સર્જાયો
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની કામગીરી સામે બીલીમોરા શહેરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાલ્મિકીવાસમાં સ્માર્ટ મીટર મુદ્દે વિવાદ સર્જાયો છે.
વીજ કંપની દ્વારા જૂના વીજ મીટરના સ્થાને નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ, વીજ કંપનીના કર્મચારીઓએ કોઈપણ જાતની પૂર્વ સૂચના કે પરવાનગી વગર ઘરોમાં પ્રવેશ કરી મીટરો લગાવ્યા છે.આ અગાઉ નવસારીમાં પણ સ્માર્ટ મીટરને લઈને વિવાદ સર્જાયો હતો, જે હજુ શાંત પડ્યો નથી. હવે બીલીમોરામાં પણ સ્માર્ટ મીટરની જબરજસ્તીભરી કામગીરી સામે લોકોએ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે તેમને સ્માર્ટ મીટરની જરૂર નથી અને વીજ કંપનીએ તેમની મરજી વિરુદ્ધ આ કામગીરી કરી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી