સુરતની નર્મદ યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ
એક્ષ્ટર્નલ એક્ઝામને લઈ એબીવીપીએ વિરોધકર્યો
યુનિવર્સિટી એક્સર્ટનલ એક્ઝામ બંધ કરી દેતા વિરોધ કરાયો
એક્ષ્ટર્નલ એક્ઝામને લઈ એબીવીપી દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ કરાયો હતો. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એક્સર્ટનલ એક્ઝામ બંધ કરી દેવાતા વિરોધ કરાયો હતો.
સુરતમાં એબીવીપી દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. એક્સનલ એક્ઝામને લઈ એબીવીપી એ વિરોધ નોંધાવ્યો હતો. કારણ કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક્સ્ટર્નલ એક્ઝામ બંધ કરી દેવામાં આવી છે. એક મહિના પહેલા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. આવેદન બાદ કોઈ નિરાકરણ ન આવતા એબીવીપીના કાર્યકરોએ આજે ફરી વિરોધ કર્યો હતો. ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં એકઝામ લેવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને ભણવા દેવા ન માંગતી હોવાનો આરોપ એબીવીપીએ મુકાયો હતો.
