સુરતમાં એક પછી એક આગની ઘટનાઓ
ઉધનાની હેગડેવાર વસાહત ઝુપડપટ્ટીમાં આગ
અગરબત્તીનું કોઈ સળગતું પ્રવાહ પડતા આગ લાગી
સુરતમાં એક પછી એક આગની ઘટનાઓ બની રહી છે ત્યારે ઉધનાની હેગડેવાર વસાહત ઝુપડપટ્ટીમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.
સુરતમાં જાણે આગની ઘટનાઓ વધી રહી હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે ઉધના વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં હેગડેવાર વસાહતની ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી. ઝુપડપટ્ટીના એક મકાનના પહેલા માળે આવેલા ઘરમાં ચિંદીના પોટલા મૂક્યા હતા તે દરમિયાન કામ ચાલી રહ્યું હતું ત્યારે અગરબત્તીનું કોઈ સળગતું પ્રવાહ પડતા આગ લાગી હતી. અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધો હતો. ઘટનાની જાણ થતા ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં ઘરનો સામાન અને કપડાની ચિંદી સહિતનો સામાન બળી ગયો હતો. તો આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
