સુરત ડુમસના દરિયા કિનારે સુનામીની અફવાના સમાચાર

Featured Video Play Icon
Spread the love

સુરત ડુમસના દરિયા કિનારે સુનામીની અફવાના સમાચાર
ખોટા સમાચાર સોશિયલ મિડિયામાં ફરતા કરનારાઓ સામે ગુનો

સુરત ડુમસના દરિયા કિનારે પાણી ઓછુ થઈ રહ્યુ હોવાના ખોટા સમાચાર સોશિયલ મિડિયામાં ફરતા કરનારાઓ સામે સુરત પોલીસે ગુનો નોંધ્યો છે.

સુરતના ડુમસ બીચને લઈ ભ્રામક સમાચાર ફેલાવનાર સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. તો ખોટી લિંક દૂર કરવા સબંધિત એજન્સી ને સૂચના આપવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા ડુમસ દરિયા કિનારે પાણી ઓછુ થઈ રહ્યુ હોવાની ખોટી લિંક ફેલાવનાર મૂળ રાજસ્થાનના શુભમ નામના ઈસમ સામે ગુનો નોંધ્યો છે. 7 મે ના રોજ એક રીલ વાયરલ થઈ હતી. જે વાયરલ રીલમાં ડુમસ દરિયા કિનારે સુનામી આવવાના સંકેત આપવામાં આવ્યા હતા. આવી કોઈ બાબતને સ્થાન નથી. આ પ્રકારની 11 લિંક હટાવવા એજન્સીને જાણ કરવામાં આવી છે. કેટલીક રીલ ક્રિએટ કરવામાં આવી છે, જ્યારે કેટલીક રીલ ફોરવર્ડ કરવામાં આવી છે. આવી કોઈ પણ અફવા પણ લોકો ધ્યાન નહીં આપે. આ એક કુદરતી ઘટના છે, જ્યારે લો ટાઈટ અને હાઈ ટાઇટ થાય છે,

લો ટાઈટ અને હાઈ ટાઇટ ઘટના બને છે. લો ટાઇટના સમયની રીલ બનાવવામાં આવી હતી. લો ટાઇટ થાય ત્યારે પાણી નીચે ચાલ્યું જાય છે. જ્યારે હાઈ ટાઇટના સમયે પાણી ઉપર આવી જાય છે. આવી કોઈ અફવાઓ પર લોકો ધ્યાન નહીં આપે. જે વીડિયો છે તે ડુમસ સી ફેસ ના છે. લોકોમાં ભય અને હ્યુમર ફેલાવવાનો પ્રયાસ કર્યો હોય જેથી આવી રીલ વાયરલ થવાથી લોકોની ચિંતા વધી જાય છે. હાલ પોલીસ દ્વારા ખોટી રિલ બનાવી વાયરલ કરનારાઓ સામે લાલ આંખ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *