બારડોલીના સ્વરાજ આશ્રમ નજીક નવરાત્રી મહોત્સવ
નવરાત્રી મહોત્સવના આયોજન નિમિતે ભૂમિ પૂજન કરાયું
બારડોલીના સ્વરાજ આશ્રમ નજીક હેલિપેડ મેદાન ખાતે લોટસ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ યોજનાર છે. આજે નવરાત્રી મહોત્સવ ના આયોજન નિમિતે ભૂમિ પૂજન કરાયું હતું. અને નવરાત્રીની તૈયારી શરૂ કરાઇ હતી.
ગણેશ ઉત્સવ સાથે હવે માં આદ્યશક્તિના નવલા નોરતાને પણ દિવસો ગણાય રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલી ખાતે પણ તૈયારીઓ જોવા મળી રહી છે. લોટસ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાનાર છે. બારડોલી નગરના સ્વરાજ આશ્રમ નજીક મુદિત પેલેસ સામે આવેલ હેલિપેડ મેદાન ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન થનાર છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ, સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર તેમજ બારડોલી નગરને જિલ્લા સંગઠનની ટિમ સાથે ભૂમિ પૂજન કરી વિધિવત તૈયારી શરૂ કરાઇ હતી. ખાસ કરીને લોટસ ગ્રુપનું કોરોના કાળને બાદ કરતાં આઠમું વર્ષ છે. આંઠ વર્ષમાં બચત રકમમાંથી ગૌ શાળા, દિવ્યાંગ શાળા, સરદાર હોસ્પિટલ તેમજ શહીદ જવાનોને લાખો રૂપિયાનું દાન કરાયું છે. આ વખતે પણ નવરાત્રી મહોત્સવ લોટસ ગ્રુપ દ્વારા આયોજન કરાયું છે
