જામનગરમાં જૂની બિલ્ડિંગ તોડવાની કામગીરી વખતે મોટો અકસ્માત.

Featured Video Play Icon
Spread the love

જામનગરમાં જૂની બિલ્ડિંગ તોડવાની કામગીરી વખતે મોટો અકસ્માત.
3 દરવાજા નજીકની કસ્ટમ હાઉસની બિલ્ડિંગ ધરાશાયી થઈ.
બિલ્ડિંગનો ઉપરનો ભાગ ધરાશાયી થતાં 3 મજૂરો દટાયા.

જામનગરમાં ચોમાસાના આગમન પૂર્વે મહાનગરપાલિકા દ્વારા જર્જરિત અને જોખમી મકાનોને દૂર કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે. આ અંતર્ગત આજે શહેરના મુખ્ય વિસ્તારમાં આવેલા એક જર્જરિત મકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.

જામનગર શહેરના બિલિયન સ્કૂલ સામે લીમડા લાઈન વિસ્તારમાં એક જૂનું અને અત્યંત જર્જરિત મકાન આવેલું હતું. આ મકાન ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ હતી, જેના કારણે રાહદારીઓ અને આસપાસના રહીશો માટે તે જોખમી બન્યું હતું. આ બાબતે અગાઉ મહાનગરપાલિકાની TPO શાખા દ્વારા મકાન માલિકને જરૂરી નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં મકાન ખાલી ન થતા કે તેને ઉતારી લેવામાં ન આવતા, તંત્ર દ્વારા કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો.

આજે એસ્ટેટ શાખા અને TPO શાખાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચ્યા હતા. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક સુરક્ષા વચ્ચે જેસીબી મશીન દ્વારા આ જર્જરિત મકાનને તોડી પાડીને જમીનદોસ્ત કરવામાં આવ્યું. મહાનગરપાલિકાની આ કાર્યવાહીથી સ્થાનિકોએ રાહત અનુભવી છે. તંત્ર દ્વારા શહેરના અન્ય જર્જરિત મકાનો સામે પણ સખત કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *