ગીર સોમનાથમાં પીએમ મોદીના સ્વાગત માટે મહારસની તૈયારી

Featured Video Play Icon
Spread the love

ગીર સોમનાથમાં પીએમ મોદીના સ્વાગત માટે મહારસની તૈયારી
આહીર સમાજે ઐતિહાસિક મહારસની તૈયારીઓ કરી
સોમનાથ મંદિર પરિસરમાં બહેનોએ મહારસની રિહર્સલ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ ખાતે યોજાનાર ‘સ્વાભિમાન પર્વ’માં આગમન પૂર્વે તેમના ભવ્ય સ્વાગત માટે આહીર સમાજ દ્વારા ઐતિહાસિક મહારસની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવશે. આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે આજે આહીર સમાજની બહેનોએ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં મહારસનું રિહર્સલ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ ખાતે યોજાનાર ‘સ્વાભિમાન પર્વ’માં આગમન પૂર્વે પરંપરાગત વેશભૂષામાં સજ્જ આહીર સમાજની બહેનોએ ઉત્સાહભેર રિહર્સલમાં ભાગ લીધો હતો. નાની દીકરીઓથી લઈને વયોવૃદ્ધ બહેનો સુધી સૌ કોઈ વડાપ્રધાનના સ્વાગત અને અભિવાદન માટે ભારે ઉત્સાહિત જોવા મળ્યા હતા. આ તૈયારી સમગ્ર મંદિર પરિસરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ મહારસ પ્રસ્તુતિ દ્વારા આહીર સમાજ પોતાની પરંપરા, ગૌરવ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરશે. સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન યોજાનાર આ મહારસ કાર્યક્રમ શ્રદ્ધા, સંસ્કૃતિ અને સ્વાભિમાનનો અનોખો સંગમ બનશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *