માંડવી તાલુકાના બૌધાન ગામે એલસીબી એ વિદેશી દારૂ પકડ્યો
ફોર્ચ્યુનર કારમાંથી વિદેશી દારૂ સહિત 13,24,960 નો મુ્દામાલ ઝડપ્યો
ઇસમ અને દારૂ મંગાવનાર ગૌરવ પટેલ મળી ત્રણ ઈસમો વોન્ટેડ.
માંડવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા અરેઠ તાલુકા નજીકના બૌધાન ગામે કુંભાર ફળિયાના સ્મશાન પાસે ટોયાંટો ફોર્ચ્યુનર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો સહિત 13,24,960 નો કુલ મુ્દામાલ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બૌધાન ગામે કુંભાર ફળીયા પાસે સ્મશાન નજીકથી ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂ લઈને ચોક્કસ બાતમી એલસીબી પોલીસને મળી હતી. પોલીસે નાકા બંધી કરી વોચ ગોઠવતા ટોયાંટો ફોર્ચ્યુનર કાર નં- GJ-06-JE-1712 નો ચાલક પોલીસને જોય કાર મૂકી ભાગી છૂટ્યા હતા.પોલીસે કરામાં તપાસ કરતાં વિદેશી દારૂ બોટ નંગ -1036 જેની કિંમત રૂ.3,24, 960 થવા જાય છે. જયારે ફોર્ચ્યુનર કાર ની કિંમત રૂ. 10 લાખ મળી કુલ રૂ.13,24,960 નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ ચાલક તથા કારમાં બાજુમાં બેઠેલો અજાણ્ય ઇસમ અને દારૂ મંગાવનાર કીમ ગામનો ગૌરવ દિલીપ પટેલ સહિત ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વોન્ટેડ જાહેર કર્યા હતા….
