સુરત ક્રાઈમ બ્રાન્ચની મહિલા સેલ દ્વારા કુટણખાનું ઝડપાયું
રાંદેર વિસ્તારની કમ્ફર્ટ કોવ હોટલમાંથી દેહવેપાર ઝડપ્યો
રૂમમાંથી ચાર લલના સહિત છ લોકોને ઝડપી પાડ્યા
સુરત ક્રાઈમ બ્રાન્ચની મહિલા સેલ દ્વારા રાંદેર વિસ્તારની હોટલમાંથી દેહવેપારને ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરતમાં પ્રતિબંધ હોવા છતા હોટલોમાં દેહવેપાર ચાલતો હોય છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની મહિલા સેલ દ્વારા બાતમીના આધારે રાંદર પોલીસ મથકની હદમાં આવેલ વી સ્કવેર શોપિંગ મોલમાં દરોડા પાડ્યા હતા અને ત્યાં બીજા માળે આવેલ કમ્ફર્ટ કોવ હોટલના રૂમમાંથી ચાર લલના સહિત છ લોકોને ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપી દલાલ રતન મહાદેવ ગયાન ઉર્ફે રાજુ અને હોટલ સંચાલક પીયુષ લીલા દેસાઈની અટકાયત કરી રોકડા રૂપિયા, મોબાઈલ સહિતની મત્તા કબ્જે કરી હતી. જ્યારે લલનાઓને મુક્ત કરાવી તેઓને દેહ વેપારનો વ્યવાસય નહી કરવા કાઉન્સેલીંગ કરાયુ હતું.
