સુરતમાં કે.પી.સંઘવી ડાયમંડ કંપની અને વેપારીઓ સામસામે

Featured Video Play Icon
Spread the love

કે.પી.સંઘવી ડાયમંડ કંપની અને વેપારીઓ સામસામે
સુરતમાં ધરણાં પ્રદર્શનમાં ધારાસભ્ય વિનુ મોરડીયા જોડાયા
ગઈ કાલે કુમાર કાનાણી પર ધારણામાં જોડાયા હતા
સતત બીજા દિવસે કેપી સંઘવીના વિરોધમાં ધારણા

સુરતની (surat ) કે.પી.સંઘવી ડાયમંડ (diamond) હીરા પેઢી દ્વારા હીરાના વેપારીઓ ઉપર કરેલા કેસો પરત ખેંચવાની માંગ સાથે છેલ્લા બે દિવસથી વેપારીઓના પરિવારો કે. પી. સંઘવીની ઓફીસ બહાર ધરણા ઉપર બેઠા છે ત્યારે આજે ધારાસભ્ય વીનુંભાઈ મોરડિયા અને હીરા ઉધોગના અગ્રણી દિનેશભાઈ નાવડિયા ધરણા ઉપર બેસેલા પરિવારને મળવા પહોંચ્યા હતા અને તેમને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

સુરતની કે.પી. (Sanghvi) ડાયમંડ હીરા પેઢી દ્વારા હીરાના વેપારીઓ ઉપર કરેલા કેસો પરત ખેંચવાની માંગ સાથે છેલ્લા બે દિવસથી વેપારીઓના પરિવારો કે. પી. સંઘવીની ઓફીસ બહાર ધરણા ઉપર બેઠા છે ત્યારે આજે ધારાસભ્ય (MLA) વીનું મોરડિયા (Vinu moradiya ) અને હીરા ઉધોગના અગ્રણી દિનેશઈ નાવડિયા ( dinesh Navadiya ) ધરણા ઉપર બેસેલા પરિવારને મળવા પહોંચ્યા હતા અને તેમને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. આ સાથે ધારાસભ્ય વીનુંભાઈ મોરડિયાએ જણાવ્યું હતું કે , કે.પી.સંઘવી ડાયમંડ પેઢી ખુબ સારો ડાયમંડ માં ઈતિહાસ ધરાવે છે. ભૂતકાળમાં હીરા ઉધોગમાં નાદારી જાહેર કરનારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઇ નથી તો આ ૧૨ જેટલા હીરા વેપારીઓએ તમને ચુકવણું કરી આપ્યું છે અને પોતાના ઘર , દાગીના અને જમીન સુધી વેચી આપની પેઢીને ચુકવણું કર્યું છે ત્યારે આ લોકો ઉપર થયેલા ચેક રીટનના કેસો પરત ખેંચવામાં આવે. આ કેસોના કારણે વેપારીઓ સાથે તેમના પરિવાજનો , બાળકો પણ ખુબ હેરાન થઇ રહ્યા છે ત્યારે અમે ધારાસભ્ય તરીકે તમને વિનંતી કરીએ છીએ કે તે લોકો ઉપર થતી કાર્યવાહી પરત ખેંચવામાં આવે અને આ મેટર પૂરી કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે , ગઈ કાલે પણ પરિવારો ધરણા ઉપર બેઠા હતા ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ બલર (MLA Kanti Ballr) અન ધારાસભ્ય કુમારભાઈ કાનાણી (MLA Kumar Kanani ) પણ પરિવાર સાથે જોડાયા હતા અને કેસો પરત ખેંચવાની માંગ કરી હતી. ત્યારે હવે જોવું એ રહ્યું કે કે.પી.સંઘવી પેઢી કેવો નિર્ણય લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *