સરથાણામાં હોમટાઉન હોટલના દેહવેપાર પર આઈયુસીએડબ્લ્યુની ટીમના દરોડા
ચાર લલનાઓને મુક્ત કરાવી ગ્રાહકો અને સંચાલકની ધરપકડ કરી
સરથાણા પોલીસ મથક વિસ્તારમાં આવેલ હોમટાઉન હોટલમાં ચાલતા દેહ વેપાર પર આઈ.યુ.સી.એ.ડબ્લ્યુ.ની ટીમે દરોડા પાડી ત્યાંથી લલનાઓને મુક્ત કરાવી ગ્રાહકો અને સંચાલકની ધરપકડ કરી હતી.
સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ આઈ.યુ.સી.એ.ડબ્લ્યુ.ની ટીમ શહેરમાં ચાલતી ગેરકાયદે દેહવેપારની પ્રવૃત્તિ બંધ કરાવવા મેદાને છે ત્યારે આઈ.યુ.સી.એ.ડબ્લ્યુ.ની ટીમે બાતમીના આધારે સરથાણા પોલીસ મથકની હદમાં આવેલસીમાડાગામ અજમલધામ સોસાયટીની હોમટાઉન હોટલમાં દરોડા પાડ્યા હતાં જ્યાંથી ચાર લલનાઓ પાસે ચલાવાતા દેહવેપારનો પર્દાફાશ કરી ચાર લલનાઓને મુક્ત કરાવી હતી જ્યારે સ્થળ પરથી હોટલ મેનેજર વિવેક પટેલ, દલાલ ચિરાગ ઉર્ફે લાલો લવજી કોયાણી અને ગ્રાહકો રાજ અશઅવિન ગાજીપરા, શનિ લક્ષ્મણ ભોંયને ઝડપી પાડ્યા હતાં. જ્યારે સંદીપ ઉર્ફે સેન્ડી અશોક પટેલ ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.
