ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી સારો નફો થશેની લાલચ

Featured Video Play Icon
Spread the love

ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી સારો નફો થશેની લાલચ
12 લાખથી વધુની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપી
ત્રણ આરોપીઓને જામનગરથી સુરત સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા

ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી સારો નફો થશે તેમ કહી 12 લાખથી વધુની છેતરપિંડી આચરવાના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને જામનગરથી સુરત સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા છે.

સુરતમાં રહેતા ઈસમને ટેલીગ્રામ ગ્રુપના અલગ અલગ ગ્રુપ એડમીન તથા બેંક એકાઉન્ટ ધારકોએ પુર્વ આયોજીત કાવતરૂ રતી ક્રિપ્ટો કરન્સીમાં રોાકણ કરવાથી સારો નફો મળશે તેમ કહી 12 લાખ 20 હજારથી વધુની છેતરપિંડી આચરી હોય આ મામલે સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી જામનગરથી ત્રણ આરોપીઓ સચીન અતુલ આસર, ચિરાગ હિતેશ શાંતિલાલ ગુજરાતી અને અશોક અમૃતલાલ ખાણધરને ઝડપી પાડ્યા હતાં. અને તેઓને સુરત લાવી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *