સુરતમાં હજીરાની એએમએનએસ કંપનીમાં તોફાન

Featured Video Play Icon
Spread the love

સુરતમાં હજીરાની એએમએનએસ કંપનીમાં તોફાન
એલએન્ડટીના કર્મચારીઓ દ્વારા કરાયેલ તોફાન
શ્રમજીવી સેવાલય પ્રમુખ દ્વારા આક્ષેપો સાથે તપાસની માંગ

સુરતમાં હજીરાની એએમએનએસ કંપનીમાં એલએન્ડટીના કર્મચારીઓ દ્વારા કરાયેલા તોફાન મામલે શ્રમજીવી સેવાલય પ્રમુખ દ્વારા અનેક આક્ષેપો સાથે તપાસની માંગ કરી છે.

સુરતના હજીરા ખાતે આવેલી એએમએનએસ કંપનીમાં ગત 26મી ફેબ્રુઆરીના રોજ એલ એન્ડ ટીના કોન્ટ્રાક્ટ કામદારો દ્વારા કરાયેલ તોડફોડ, આગજનીના બનાવો બાદ પોલીસ દ્વારા કરાયેલી કામગીરી અંગે ઈન્કવાયરી કમિશનની માંગણી શ્રમજીવી સેવાલય દ્વારા માંગ કરાઈ છે. સાથે કહ્યુ હતુ કે કામદાર કાયદાઓનુ અનાદાર થાય છે, વાયોલેશન થાય તેની તપાસ થવી જોઈએ અને લેબર કમિશનર, ફેક્ટરી ઈન્સ્પેક્ટર તથા પીએફ ઈઆઈસી કમિશનર રિપોર્ટ જાહેર કરે તે માંગણી કલેકટર પાસે કરાઈ હતી. અને આઈએલઓ તથા હ્યુમન રાઈટ કમિશન સમક્ષ રજુઆત કરાઈ છે. તો સરકાર તાકીદે કાર્યવાહી ન કરાય તો રજા પછી હાઈકોર્ટમાં રિટ પીટીશન કરવા પણ ચિમકી આપી હતી. સાથે પોલીસની કામગીરી સામે પણ શંકા ઉપજાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *