સુરતમાં હોળી-ધૂળેટી નિમિત્તે TRIYOM ક્લબ દ્વારા ભવ્ય ઇવેન્ટ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં હોળી-ધૂળેટી નિમિત્તે TRIYOM ક્લબ દ્વારા ભવ્ય ઇવેન્ટ
મુલતાની માટી અને કલર વોટર સાથે સુરક્ષિત રીતે ધૂળેટી
ગુલાબના ફૂલો અને ઓર્ગેનિક ગુલાલ સાથે રંગોત્સવ ઉજવણી

સુરત શહેરમાં હોળી-ધૂળેટી નિમિત્તે TRIYOM ક્લબ દ્વારા ભવ્ય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરત શહેરમાં હોળી-ધૂળેટી નિમિત્તે ખજોદ ચોકડી, ડુમસ રોડ પાસે આ ખાસ કાર્યક્રમ યોજાયો છે, જ્યાં ધૂળેટી રમવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આયોજકો દ્વારા મુલતાની માટી અને કલર વોટર સાથે સુરક્ષિત રીતે ધૂળેટી રમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.સાથે જ ગુલાબના ફૂલો અને ઓર્ગેનિક ગુલાલ સાથે રંગોત્સવ ઉજવવાની અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે.

ઇવેન્ટમાં રેન ડાન્સ, ફોમ ડાન્સ અને ફૂલોની હોળી જેવી વિશેષ આકર્ષણો પણ રાખવામાં આવ્યા છે. ધૂળેટી રમવા ઇચ્છુક લોકો Book My Show પરથી ટિકિટ બુક કરી શકે છે. ઉપરાંત, આવનાર તમામ લોકો માટે ખાવા-પીવાની સ્ટોલ તેમજ લોકર સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *