સુરતના અવધ ઉથોપિયા રોડ પર બેદરકાર નબીરા
મહિન્દ્રા બીઈ 6 કારના ચાલકે અકસ્માત સર્જયો
માલેતુજાર પરિવારે દિકરાને બચાવવા ખેંચ આવી હોવાની વાત ઉપજાવી
સુરતના અવધ ઉથોપિયા રોડ પર બેદરકાર નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. જો કે માલેતુજાર પરિવારે દિકરાને બચાવવા તેને ખેંચ આવી હોવાની વાત ઉપજાવી હતી.
સુરતમાં મોટા ઘરના નબીરાઓની બેદરકારીના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે. ત્યારે સુરતમાં અવધ ઉથોપિયા રોડ પર અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે મહિન્દ્રા બીઈ 6 કારના ચાલકે અકસ્માત સર્જયો હતો. અકસ્માતનો મામલો દબાવી દેવાનો પ્રયાસ કરાયો હોય તેમ માલેતુજાર પરવાર દ્વારા યુવકને ખેંચ આવી હોવાની વાત ઉપજાવવામાં આવી હતી. અકસ્માતમાં નબીરાએ પાર્ક કરેલી કારને અડફેટે લેતા મોટું નુકશાન થયુ હતુ તો અકસ્માત સર્જનાર કાર ચાલકને ઈજાઓ થઈ હતી. બનાવને લઈ પોલીસને જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી.
