સુરતની લાલગેટ પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી અને તુક્કલની તપાસ
ઉત્તરાયણ પર્વને લઈ ડબગરવાડમાં તપાસ કરાઈ
વિક્રેતાઓને ચાઈનીઝ દોરી નહી વેંચવા કડક શબ્દોમાં સૂચના
સુરતની લાલગેટ પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વને લઈ ડબગરવાડમાં ચાઈનીઝ દોરી અને તુક્કલની તપાસ કરાઈ હતી. અને વિક્રેતાઓને ચાઈનીઝ દોરી નહી વેંચવા કડક શબ્દોમાં જણાવ્યુ હતું.
સુરતની લાલગેટ પોલીસ દ્વારા ડબગરવાડમાં ચેકીંગ હાથ ધરાયું હતું. ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ ચાલી રહ્યું છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી. તો સાથે દોરી વિક્રેતાઓને ત્યાં જઈને પીઆઈ ચૌધરી દ્વારા ચેકીંગ કરાયું હતું. રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને ચાઈનીઝ દોરી વધુ ઘાતક હોવાથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેથી પોલીસ દ્વારા દોરી વિક્રેતાઓને ચાઈનીઝ દોરી કે તુક્કલ નહી વેંચવા કડક શબ્દોમાં જણાવાયુ હતું.
