જૂનાગઢ માણાવદર ભાજપ માં આંતરિક જૂથવાદ
માણાવદરના પૂર્વ ભાજપ મહામંત્રી રાજુ બોરખતરીયાનો આક્રોશ,
માણાવદર ભાજપના જ બે અગ્રણી સામ સામે આવ્યા.
અરવિંદ લાડાણી – દિનેશ ખટારીયાએ મારા દીકરાની બદલી કરાવી
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી રાજુ બોરખતરીયાએ રાજકીય નિવેદન આપતાં ભાજપના આંતરિક ખેંચતાણ હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું છે.
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી રાજુ બોરખતરીયાએ આક્ષેપ કર્યો કે, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી તથા સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાન રાજકીય કિન્નાખોરીના કારણે તેમના દીકરાની બદલી કરાઈ છે. તેઓ કહે છે, મારા દીકરાએ આજ સુધી પોતાના કામમાં કદી પણ રાજકીય લેણદેણનો ઉપયોગ કર્યો નથી.પણ માત્ર એ કારણે કે મેં સાવજ ડેરીના ઠરાવ મુદ્દે અગાઉ એક પ્રશ્ન ઉઠાવ્યો હતો.એના બદલા રૂપે મારા પુત્રને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. રાજુ બોરખતરીયા સાવજ ડેરીના ડાયરેક્ટર તરીકે કાર્યરત છે તેઓ કહે છે કે, ડેરીના મહત્વના એજન્ડા તેમને નથી આપવામાં આવતા.જેના કારણે મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ તથા સહકાર મંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી, પરંતુ જવાબ ન મળતા મારે મીડિયામાં આવવું પડ્યું. ત્યાર પછી આ મુદ્દા પરથી દિનેશભાઈએ રાજકીય કિન્નાખોરી શરૂ કરી છે.
આ મામલે સાવજ ડેરીના ચેરમેન દિનેશ કટારિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રાજુ બોરખતરિયા હાલ સાવજ ડેરીના ડિરેક્ટર નથી, તેમનો દીકરો અગાઉ મેંદરડા નોકરી કરતો હતો, જ્યાં કરપ્શનમાં તે પકડાયો હતો અને તેને પોલીસ વિભાગે સસ્પેન્ડ કરી તેની ગોધરા ખાતે બદલી કરાઈ હતી, આ બાબત પણ અગાઉ અમને રાજુ બોરખતરિયા એ જ કહેલી હતી, ત્યારે હાલ જે બદલી થઈ છે તે તપાસના કામે થઈ હોય તો મને ખ્યાલ નથી, બાકી આ બદલી વિશે હું કાંઈ જાણતો નથી…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
