સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ
અંબિકા ઈન્ડસ્ટ્રીમાં રાત્રીના સમયે આગ લાગતા ભાગદોડ મચી
આગની જ્વાળાઓને લઈ લોકોમાં ડરનો માહોલ

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે અંબિકા ઈન્ડસ્ટ્રીમાં રાત્રીના સમયે આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. તો આગની જ્વાળાઓને લઈ લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો.

સુરતના સારોલી વિસ્તારની અંબિકા ઈન્ડસ્ટ્રીમાં રાતે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયરના જવાનોએ પાણીનો મારો ચાલવી અઢી કલાકના ભારે જેહમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગમાં ઈન્ડસ્ટ્રીના ડિજિટલ મશીનો, કાપડનો જથ્થો વગેરે બળીને ખાખ થઈ ગયા હતા. જો કે આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી જેને લઈ હાશકારો અનુભવાયો હતો. તો આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયુ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *